પોપી જમાન બ્રાઇટન મેરેથોનમાં સાડી પહેરીને દોડશે

પોપી જમાન બ્રાઇટન મેરેથોનમાં સાડી પહેરીને દોડશે

પોપી જમાન બ્રાઇટન મેરેથોનમાં સાડી પહેરીને દોડશે

Blog Article

સિવિલ સર્વન્ટ અને માનસિક સ્વાસ્થ્યના હિમાયતી તથા મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એઇડ ઇંગ્લેન્ડ (MHFAE) ના સીઈઓ અને સ્થાપક સભ્ય પોપી જમાન આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમના ભાગ રૂપે 6ઠ્ઠી એપ્રિલના રોજ યોજાનારી બ્રાઇટન મેરેથોનમાં સાડી પહેરીને દોડી રહ્યા છે.

આ માટે તેમણે ઓગસ્ટ 2024થી તાલીમ લેવાનું શરૂ કર્યું હતું અને તેઓ આ પડકાર પૂર્ણ કરવા કટિબધ્ધ છે. આ માટે પૂરતી તૈયારી બાદ પોપીએ શું સાડી પહેરીને મેરેથોન પૂર્ણ કરવી શક્ય છે તે ચકાસવા ગયા અઠવાડિયે સાડી પહેરીને 16 કિમી દોડવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વભરની મહિલાઓ સાથે એકતા દર્શાવવા તેમણે આ સરળ રસ્તો અપનાવ્યો હતો. પોપી તેમની ચોથી નર્સિંગ શિષ્યવૃત્તિ દ્વારા બાંગ્લાદેશમાં ઓછી આવક ધરાવતા પરિવારની એક યુવતીને ઢાકામાં આવેલી ગ્રામીણ કેલેડોનિયન કોલેજ ઓફ નર્સિંગમાં અભ્યાસ કરવાની તક પૂરી પાડશે. આ શિષ્યવૃત્તિ ટ્યુશન, રહેઠાણ અને રહેવાના ખર્ચને આવરી લે છે.

પિતાના અવસાન પછી તેમના કોમ્યુનિટી સર્વિસના વારસાને માન આપવા અને શિક્ષણ માટેની માતાની આકાંક્ષાથી પ્રેરિત થઈને પોપી અને તેમના પરિવારે માતાપિતાના નામે ‘જુબેદા અને અબ્દુલ રહેમાન શિષ્યવૃત્તિ’ની સ્થાપના કરી હતી. તેઓ 2021થી આજ સુધીમાં ત્રણ અદ્ભુત વિદ્યાર્થીઓ રિફાત, સાયમા અને કુલસુમને સંપૂર્ણ ટેકો આપી ચૂક્યા છે.

Report this page